ટ્રમ્પ સરકારમાં મસ્કને વગદાર ભૂમિકા મળ્યા પછી ટેસ્લા પરના હુમલામાં ઉછાળો
ટ્રમ્પ સરકારમાં મસ્કને વગદાર ભૂમિકા મળ્યા પછી ટેસ્લા પરના હુમલામાં ઉછાળો
Blog Article
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં ઇલોન મસ્કને વગદાર ભૂમિકા મળ્યા પછી અમેરિકા અને વિદેશમાં મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાનો લોગો ધરાવતી સંપત્તિઓ પર હુમલામાં વધારો થયો છે. ટેસ્લાના શોરૂમ, વ્હિકલ સ્ટોક, ચાર્જિંગ સ્ટેશન અને ખાનગી માલિકીની ટેસ્લા કારને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં કેનેડામાં સલામતીના કારણોસર ટેસ્લાને ઇન્ટરનેશન ઓટો શોમાંથી દૂર કરવામાં આવી હતી.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી અને મસ્કને સરકારી ખર્ચમાં ઘટાડો કરતા નવા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા બનાવ્યા ત્યારથી ટેસ્લા પરના હુમલાઓમાં મોટો વધારો થયો છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં લોકોનો વિરોધ પ્રદર્શનનું સ્થળ સામાન્ય રીતે ટ્રમ્પની પ્રોપર્ટી રહેતી હતી. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આ સ્થાન ટેસ્લાએ લીધું છે.
અત્યાર સુધી મસ્કના ટીકાકારોએ ઉત્તર અમેરિકા અને યુરોપમાં ટેસ્લા ડીલરશીપ અને ફેક્ટરીઓ ખાતે ડઝનબંધ શાંતિપૂર્ણ દેખાવોનું કર્યાં છે. મસ્ક સાથે ઝઘડો કરનારા અમેરિકાના એક સાંસદ સહિતના ઘણા લોકોએ પોતાની ટેસ્લા વેચી નાંખવાની પણ જાહેરાત કરી છે.
ડાબેરી ઝુકાવ ધરાવતા પોર્ટલેન્ડ, ઓરેગોન અને સિએટલમ જેવા શહેરોમાં ટેસ્લાને ટાર્ગેટ બનાવવામાં આવી હોય તેવી મોટી ઘટનાઓ બની છે. આ શહેરોમાં ટ્રમ્પ વિરોધી અને મસ્ક વિરોધી ભાવના ખૂબ જ પ્રબળ છે.ઓરેગોનના એક માણસ પર ટેસ્લા સ્ટોર પર પેટ્રોલબોંબ ફેકવાનો અને બીજા દિવસે બારીઓ પર ગોળીબાર કરવાના આરોપ મૂકાયા હતા. પોર્ટલેન્ડ ગયા અઠવાડિયે ટેસ્લાના શોરૂમ પર એક ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં વાહનો અને બારીઓને નુકસાન થયું હતું. એક અઠવાડિયામાં બીજી વખત આ સ્ટોરને નિશાન બનાવવામાં આવ્યો હતો.આ મહિનાની શરૂઆતમાં સિએટલમાં ટેસ્લાની ચાર સાયબરટ્રકમાં આગ ચાંપવામાં આવી હતી. લાસ વેગાસમાં, મંગળવારે વહેલી સવારે ટેસ્લા સર્વિસ સેન્ટરની બહાર અનેક ટેસ્લા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.